સુરત પુણાના રણુજા ધામમાં ખાડીપૂરની સહાયને લઈ રોષ
દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો
એક મહિનો વીતી ગયો હોય સહાય ન મળી હોવાનો આક્ષેપ
સુરત પુણાના રણુજા ધામમાં ખાડીપૂરની સહાયને લઈને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છથી સાત ફૂટ પાણી ભરાયા બાદ મોટું નુકસાન થયું હોવા છતા એક મહિનો વીતી ગયો હોય સહાય ન મળી હોવાનો આક્ષેપ કરાયો હતો.
સુરતના પુણા વિસ્તારમાં આવેલી રણુજા ધામ સોસાયટીમાં ખાડી પૂરની સહાયને લઈને દુકાનદારોમાં નારાજગી જોવા મળી રહી છે. સાતમી તારીખે પડેલા ભારે વરસાદ બાદ સોસાયટીમાં આશરે છથી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું હતું. દુકાનદારોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય માટે ઓનલાઈન ફોર્મ સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, પૂર બાદ એક મહિનો વીતી ગયો હોવા છતાં હજુ સુધી નુકસાનગ્રસ્ત દુકાનદારોને સહાય મળી નથી. દુકાનદારોનો વધુ એક આક્ષેપ છે કે રણુજા ધામ પાસે આવેલી ખાડીના કારણે દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.
ખાડીનું પાણી સોસાયટીમાં ઘૂસી જતાં રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવે દુકાનદારોની માંગ છે કે તંત્ર દ્વારા નુકસાનનું યોગ્ય સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અને ખાડીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. અને એક મહિનો વીતી ગયો જો કે સહાયની રાહ હજુ પણ યથાવત! હવે તંત્ર ક્યારે જાગશે?
