6 વર્ષીય બાળકીનું ઝાડા-ઉલટી બાદ મોત
20 દિવસ પહેલાં જ વતનથી સુરત આવી હતી
એકાએક તબિયત લથડતાં સિવિલ લઈ જતા ડૉક્ટરે મૃત જાહેર કરી
સુરતમાં ઉનાળુ અને ચોમાસુ જેવી બે સિઝન ચાલી રહી હોય ત્યારે રોગચાળો પણ જોવા મળી રહ્યો છે તો સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની છ વર્ષીય બાળાનું ઝાડા ઉલ્ટી બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
સુરતના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ 6 વર્ષીય બાળકીનું મોત નિપજ્યુ હતું. સુરતના પાંડેસરાના શિવમ નગરમાં રહેતા અને મશીન ઓપરેટર તરીકે કામ કરતા દિલીપકુમારની છ વર્ષીય પુત્રી અનુષ્કા કુમારી અચાનક ઝાડા ઉલટી થયા હતા જેથી બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે માસુમ બાળકીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કરી હતી. વધુમાં દિલીપકુમાર 20 દિવસ પહેલા જ બાળકી સહિત પરિવારને વતનથી સુરત લાવ્યા હતાં. અને એકની એક દીકરીનું અચાનક ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. હાલ તો પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે વધુ તપાસ હાથ ધરી છે.