સુરતના વરાછા પોદ્દાર આર્કેડ પાસે ઝાડ ની ડાળ પડી
ઝાડની ડાળ પડતા ટ્રાફિક જામ
ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ડાળી હટાવી
એક તરફ મેટ્રોનું કામ બીજી તરફ ઝાડ ની ડાળ પડતા લોકો પરેશાન થયા
ઘટના ને પગલે વાહન ચાલકોને હાલાકી પડી
સુરતમાં હાલ ભારે પવન ફુંકાઈ રહ્યો છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પોદ્દાર આર્કેડ પાસે ઝાડની ડાળ રસ્તા પર પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો ફાયરે સ્થળે દોડી જઈ ડાળી દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.
સુરતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન ફુંકાઈ રહ્યો છે જેને લઈ અનેક વિસ્તારોમાં ઝાડ કે ઝાડની મોટી ડાળીઓ પડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ઝાડની ડાળી પડી હતી. વરાછા પોદ્દાર આર્ખેડ પાસે ઝાડની મોટી ડાળ પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જેને લઈ ફાયર વિભાગે ઝાડની મસમોટી ડાળ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી તો બીજી તરફ મેટ્રોનુ કામ ચાલી રહ્યુ હોય ઝાડની ડાળ પડતા ટ્રાફિકની સર્જાયેલી સમસ્યાને હળવી કરવા ટ્રાફિક પોલીસ પણ દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવુ કર્યુ હતું.