બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પોલીસ ગિરફ્તમાં
નરાધમ આરોપી પાડોશી જય મંગળની ધરપકડ
લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો
ચોકલેટની લાલચ આપી કર્યું હતું દુષ્કર્મ
સુરતમાં માસુમ બાળાઓ પર બળાત્કાર સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે હજીરામાં છ વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારી ભાગી છુટેલા નરાધમ પાડોશને ઈચ્છાપોર પોલીસે ડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રી કન્સ્ટ્રકશન કર્યુ હતું.
સુરતમાં ઘણા સમયથી નરાધમો માસુમ બાળાઓને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ફરી આવી જ એક ઘટના હજીરા વિસ્તારમાં બની હતી. વાત એમ છે કે હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પાડોશમાં જ રહેતો નરાધમ જય મંગળ એ છ વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા અને કાકા નાઈટ કરીને આવ્યા અને ઘરે જઈ સુઈ ગયા હતા. આ સમયે નરાધમ પાડોશી જય મંગળ બાળાને પોતાના ઘરે લઈ ગયો હતો અને બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે બાળાએ કાકાને જાણ કરતા ત્વરિત બાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી તો બળાત્કારની ઘટના બાદ નરાધમ પાડોશી જય મંગળ ભાગી છુટ્યો હોય પોલીસે પણ સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી અને નરાધમ આરોપી પાડોશી જય મંગળને ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી પાડ્યા બાદ ઈચ્છાપોર પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું. તો લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.