સુરતમાં આવાસના ત્રણ રૂમમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
દેહવ્યાપારમાં ફાસાયેલી 7 મહિલાઓ મુક્ત કરાઈ,
ગ્રાહક, મેનેજર અને દલાલ સહિત 10 આરોપીઓની ધરપકડ
પાંડેસરા પોલીસ મથકની હદમાં વડોદગામ ગણેશ નગર ખાતે આવાસ બિલ્ડીંગમાં ચાલતા દેહવેપાર પર પોલીસે દરોડા પાડી લલનાઓને મુક્ત કરાવી ગ્રાહકો અને દેહવેપાર ચલાવનારની ધરકડ કરી હતી.
સુરતની પાંડેસરા પોલીસ મથકની ટીમ શહેરમાં દેહવેપાર જેવી પ્રવૃત્તિઓ બંધ કરાવવા મેદાને છે ત્યારે પાંડેસરા પોલીસ મથકના પી.આઈ. એચ.એમ. ગઢવી તથા આઈ.એમ. હુદડ તથા એસ.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.જે. વસાવા અને એ.એસ.આઈ. રાજુ દેવાભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ પુંજાભાઈનાઓની બાતમીના આધારે પાંડેસરા વડોદગામ ગણેશ નગર પાસે આવેલ વડોદગામ આવાસ બિલ્ડીંગમાં ચાલતા દેહવેપાર પર દરોડા પાડી ત્યાંથી લલનાઓને મુક્ત કરાવી હતી. જ્યાંથી દેહવેપાર ચલાવનાર સંતોષકુમાર ઉર્ફે રાહુલ ગોલખ પાલ અને મન્નુ મંગલ સિંગ તથા ગ્રાહકો રંજનકુમાર રમેશ બૈઠા, જયભગવાનસીંગ સુનિલસીંગ યાદવ, બસંત કાપર ગજેન્દ્ર કાપર નેપાલી, સકિલ એહમદ કાસીમ સાફી નેપાલી, કમલજીત દેવન મંડલ અને બલરામ રામગોપાલ તિવારીને ઝડપી પાડ્યા હતાં. જ્યારે રાજ માલીયા, મહેશ જૈના, બાબા માલીયા અને વિક્રમ ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતાં.