રાજકોટ ઓફિસમાં યુવતી સાથે મારામારીની ઘટનાના સીસીટીવી

Featured Video Play Icon
Spread the love

રાજકોટ ઓફિસમાં યુવતી સાથે મારામારીની ઘટનાના સીસીટીવી
ધંધાકીય ભાગીદાર મૌલિક નાદપરાએ યુવતીને ઢોર માર માર્યો
પાર્ટનરશિપમાં પેકેજીંગ પ્રોડ્કટનો ધંધો શરૂ કર્યો હતો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાદપરા નામના યુવકે ખુરસી પર ગળું દબાવી આડેધડ ઢીંક-મુક્કા માર્યાં હતાં.

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં હેવાનની જેમ મહિલાના વાળ પકડીને નીચે પટકીને માર મારવાની સાથે માથે કૂદકા પણ મારવા લાગ્યો હતો. મૌલિક નાદપરાએ મહિલાને તેની દીકરીની નજર સામે માર મારતાં ઢળી પડી હતી. આ બન્ને મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહિલાએ આરોપી સાથે લોન લઈ ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો આ અંગેની નોંધાવેવી ફરિયાદમાં 36 વર્ષીય મહિલાએ જણાવ્યું છે કે મારે નોકરીની જરૂરિયાત હોવાથી વર્ષ 2021માં ઓનલાઇન જોબ એપ્લિકેશન મારફત મૌલિક પ્રફુલભાઈ નાદપરાનો સંપર્ક કર્યો હતો. મારે તેની સાથે ફોન પર વાત પણ થઇ હતી અને ત્યાર બાદ અમે બન્નેએ ભાગીદારીમાં ઓફિસ લઈને ધંધો કરવાનું નક્કી કર્યું હતું. લોન લીધા બાદ તેના હપતા બન્ને સાથે ભરીશું એવું કહ્યું હતું, જેથી મેં લોન લઈને 2023માં 150 ફૂટ રિંગ રોડ પર શીતલપાર્ક ચોકમાં “ધ સ્પાયર ટુ” નામના બિલ્ડિંગમાં ઓફિસ નં.913 લઈને પેકેજિંગ પ્રોડેક્ટનો ધંધો શરૂ કર્યો હતો.

મારામારીની ઘટના જૂન, 2025 ની છે, મહિલા અને માર મારનાર મૌલિકે પેકેજિંગ પ્રોડ્કટનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં મહિલાએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કર્યો છે. ધંધામાં ધંધાકીય વાતચીત બાદ યુવકે ઉગ્ર બની મહિલાને માર મારી ધમકી પણ આપી હતી. મારામારીની આ ઘટના જૂન, 2025માં બની હતી. સમગ્ર કેસમાં 9 ડિસેમ્બર, 2025ના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ધંધો ઓછો ચાલતાં મહિલાએ યુવકને ધ્યાન આપવા કહ્યું ત્યાર બાદ આ મૌલિક નાદપરાએ અમારા ધંધામા ધ્યાન આપવાનું બંધ કરતાં ધંધો ઓછો ચાલવા લાગ્યો હતો. હું તેને સમજાવતાં તે મારી સાથે ઝઘડો કરી બોલચાલી કરતો હતો અને મને સલાહ આપતી નહીં એવું કહેતો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *