સુરતના દુષ્કર્મ કેસમાં જીમ ટ્રેનરની ધરપકડ
ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું
આરોપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરીક સંબંધ બાંધ્યા હતા
અલથાણ પોલીસ મથક વિસ્તારમા એક મહીલા સાથે લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ વારંવાર શરીર સંબંધ બાંધી બાદમા લગ્ન ના કરી ગાળા ગાળી કરી મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર નરાધમને અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
અલથાણ પોલીસ મથકમાં પહેલી જુનના રોજ સાંજના સમયે એક મહીલા આવી હતી અને તેણીએ પોતાની ફરીયાદ જણાવી હતી કે સીટીલાઈટ ખાતે આવેલ સુર્યા કોમ્પલેક્ષમાં રહેતા આરોપી વેંકટેશ હરીશ મોહતા સાથે તેણીની મિત્રતા હતી અને ત્યારબાદ મિત્રતામાં લગ્ન કરવાની લાલચ આપી આરોપી વેંકટેશ મોહતાએ અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરીક સંબંધ બાંધ્યા બાદમા લગ્ન નહી કરવાનુ જણાવી મારી સાથે અવાર નવાર ગાળા-ગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો અને ઢીકા-મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈ પોલીસ કમિશ્નર તથા સયુક્ત પોલીસ કમિશ્નર સેકટર ટુ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ફોર તથા મદદનીશ પોલીસ કમિશ્નર એચ ડીવીઝનની સુચના અનવ્યે તથા અલથાણ પોલીસ ઈન્સ્પેકટર ડી.ડી. ચૌહાણ નાઓના માર્ગ દર્શન હેઠળ અલથાણ પોલીસની ટીમે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી આરોપી નરાધમ વેંકટેશ હરીશ મોહતાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.