સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમેં રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો
વાહન ચોરીના ગુનામાં ફરાર રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો
આરોપી પરવેઝ મહેંદીહસન સીદ્દીકીની ધરપકડ કરાઈ
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંડેસરા પોલીસ મથકની હદમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના અપાઈ હોય જેને લઈ અધિક પોલીસ કમિશનર ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચની સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કવોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોટર સાઈકલ સાથે રીઢા વાહન ચોર મુળ નૈનીતૈલનો અને હાલ ઉન પાટીયા ખાતે રહેતા પરવેઝ મહેંદીહસન સીદ્દીકીને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે પોતાના પૈસાની જરૂર હોય જેથી ગત 26 મેના રોજ પાંડેસરા પોલીસ મથકની હદમાં સોનેરીગામ સાંઈનાથ સોસાયટીની બાજુમાં આવેલ દુકાન પાસેથી પાર્ક મોટર સાઈકલની ચોરી કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.