ગુજરાતમાં આદિજાતિના બાળકોની શિષ્યવૃતિ ફરી શરૂ કરાઈ
મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃતિ થઈ પુનઃ બહાલ
ઓક્ટો. 2024 માં પરિપત્રથી બંધ કરાઈ હતી શિષ્યવૃતિ
ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન:બહાલ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને બંધ કરી હતી જે પુન: બહાલ કરવામાં આવી છે જેને લઇ હાલ ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં વેશ મેળવશે તેમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. અગાઉ 28 ઓક્ટોબર, 2024 ના રોજ પરિપત્ર જાહેર કરી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃતિ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ વીડિયો જાહેર કરી માહિતી આપી છે, યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વીડિયો અને ફોટા પોસ્ટ કરી લખ્યું કે, ‘આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને પુન: બહાલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર, 2024 ના રોજ પરિપત્ર જાહેર કરી મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃતિ બંધ કરી દેવાઈ હતી. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજનાં 50,000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિ એટલે કે શિક્ષણથી વંચિત રહ્યા હતા.’
યુવરાજસિંહે વધુમાં લખ્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ અને અમારા દ્વારા આનો આક્રામક વિરોધ કરવામાં આવ્યો. અનેકવાર બિરસા મુંડા કચેરી, સચિવાલય અને ગુજરાતની તમામ આદિજાતિ કચેરીનો ઘેરાવ કર્યો. માંગણી એક જ હતી કે પરિપત્ર તાત્કાલીક રદ્દ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લઈ શિષ્યવૃતિ પુન: બહાલ કરવામાં આવે. આજે એના પરિણામનાં ભાગરૂપ આદિજાતિ બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના પુનઃ બહાલ કરવામાં આવી છે. આજનાં નિર્ણયને અમે આવકારીએ છીએ. સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
ભારત સરકારના વર્ષ 2022ની નવી માર્ગદર્શિકાનું પાલન કરતાં ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણય લેવામાં આવ્યો. આદિવાસી બાળકો મેટ્રિક થયા બાદ સારો અભ્યાસ કરી શકે માટે 1 જુલાઈ 2010થી કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલમાં મૂકી હતી. બાદમાં સમયની સાથે સરકાર બદલાતા આદિવાસિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના નિર્ણયમાં બદલાવ કરાયો. નવેમ્બર 2024માં રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનો કોંગ્રેસ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાતા પુનઃ શરૂ કરવાની માંગ કરવામા આવી. ત્યારે ગઈકાલે તારીખ 24 જૂનના રોજ રાજ્યભરમાં ABVP દ્વારા શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ સાથે રોડ રોકો આંદોલન છેડાયુ હતું ત્યારે ગુજરાત સરકારે આજે આ નિર્ણય કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી