સુરત જિલ્લામાં રસ્તાઓ પર પાણી ભરાવાનું યથાવત
કામરેજના ખોલવડ ગામ ખાતે ખાડી ઓવરફ્લો થતા કમર સુધીના પાણી
વાહનચાલકો જીવના જોખમે પસાર કરી રહ્યા છે રસ્તો
સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. તારીખ 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેતા 10 કલાકમાં જ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી રસ્તા પરથી લોકોના ઘર, દુકાનમાં ઘૂસી જતા લોકોમાં રોષ જોવા મળ્યો
રવિવારે રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યા બાદ સોમવારે સવારથી પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેતા શહેરમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી શહેર અને જિલ્લામાં રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે ત્યારે વરસાદી પાણી રસ્તા પરથી લોકોના ઘર, દુકાનમાં ઘૂસી જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે, વેપારીઓ અને રહીશોનો લાખો – કરોડો રૂપિયાનો માલ સામાન પલળી ગયો. જેનો નુકસાનીનો આંક પાણી ઓસર્યા બાદ આવે તેવી શક્યતા છે. ચાલુ વરસાદે વેપારીઓ ડોલ લઈને પોતાની દુકાનોમાંથી તો લોકો ઘરમાંથી પાણી ઉલેચતા જોવા મળ્યા હતા. પ્રિમોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોએ સુરત પાલિકા અને પંચાયત ઉપર રોષ ઠાલવ્યો હતો
શહેર અને જિલ્લાના રસ્તાઓ ઉપર નદીની માફક પાણી વહેતા હોય એસટી વિભાગે પણ સેન્ટ્રલ બસ સ્ટેશન આવતી જતી બસોને સ્થગિત કરવી પડી. ડ્રાઈવરોને સલામત સ્થળે બસ રાખી પાણી ભરાયા હોય ત્યાં ન જવા સૂચના આપવામાં આવી હતી. સાંજે વરસાદી પાણી ઓસરતા ફરી બસ વ્યવહાર પૂર્વવત થયો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી