સુરત: પાલ પોલીસે હાઈબ્રિડ ગાંજા સાથે વેંચનાર અને ખરીદનારાઓને ઝડપ્યા
હિમાંશુ બળદેવ રેતીવાલા તથા ગવીન ગોપાલ રાજપુતની ધરપકડ
પાલ પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતમાં નો ડ્રગ્સ ઈનસુરત સીટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે પાલ પોલીસે બાતમીના આધારે હાઈબ્રિડ ગાંજા સાથે વેંચનાર અને ખરીદનારાઓને ઝડપ્યા હતાં.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પાલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પાલ ગેલેક્ષી સર્કલ પાસે એક મોપેડ પર ગાંજાનુ વેચાણ કરવા એક ઈસમ આવી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે પાલ ગામ શાંતિકુંજ એસએમસી ગાર્ડ પાસે વોચ ગોઠવી ત્યાંથી ગાંજાનુ વેચાણ કરવા આવેલા જેનીલ અલ્પેશ સુખડીયા તથા ગાંજો લેવા આવનાર હિમાંશુ બળદેવ રેતીવાલા તથા ગવીન ગોપાલ રાજપુતને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજાના જથ્થા સાથે મોપેડ એક્ટીવા, બાઈક તથા મોબાઈલ ફોન મળી 2 લાખ 28 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
