સુરતમાં થોડાક જ વરસાદે પ્રી-મોન્સૂન કામોની પોલ ખુલી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં થોડાક જ વરસાદે પ્રી-મોન્સૂન કામોની પોલ ખુલી
વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી
દર વર્ષે વરસાદ પડતા જ આ માર્ગ પર પાણી ભરાઈ જાય છે

સુરતમાં થોડાક જ વરસાદે મહાનગર પાલિકાના પ્રી-મોન્સૂન કામોની પોલ ખુલી ગઈ હોય તેમ પાંડેસરા બમરોલી રોડ પર કર્મયોગી અને શ્રીરામનગરને જોડતા માર્ગ પર ફરી એકવાર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામો સામે સવાલો ઊભા થયા છે. પાંડેસરા બમરોલી રોડ પાસે કર્મયોગી અને શ્રીરામનગરને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા આખો રસ્તો તળાવમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદ પડતા જ આ માર્ગ પર પાણી ભરાઈ જાય છે અને વર્ષોથી આ સમસ્યા યથાવત છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓના રોજિંદા જીવન પર પણ તેની સીધી અસર પડી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિસ્તારમાં કોર્પોરેટર તેમજ સુરત શહેરના દંડકનું નિવાસસ્થાન હોવા છતાં સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકોએ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *