સુરતના સિંગણપોર વિસ્તારમાં પિતાની હત્યાને અકસ્માતનું સ્વરૂપ

Featured Video Play Icon
Spread the love

સુરતના સિંગણપોર વિસ્તારમાં પિતાની હત્યાને અકસ્માતનું સ્વરૂપ
શરૂઆતમાં આત્મહત્યા કે અકસ્માતનો મામલો લાગતો હતો
પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મૃતકના જ પુત્રની ધરપકડ કરી

સુરતના સિંગણપોર વિસ્તારમાં પિતાની હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ સિંગણપોર પોલીસની સતર્ક તપાસમાં નિષ્ફળ ગયો હોય શરૂઆતમાં આત્મહત્યા કે અકસ્માતનો મામલો લાગતો હતો, પરંતુ શરીર પરના ઘા અને ઊંડી તપાસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મૃતકના જ પુત્રની ધરપકડ કરી છે.

સુરતના સિંગણપોર વિસ્તારમાં બનેલા હત્યાના બનાવમાં પોલીસે માત્ર બે દિવસમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો. પ્રારંભિક તપાસમાં રાજેશભાઈ ગાંડાભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત કે આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મૃતકના શરીર પરના ઘા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને શંકા જતાં સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. અને પોલીસે આસપાસના લોકો અને પરિવારજનોની અલગ-અલગ પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી જેમા મૃતકનો પુત્ર સુભાષ ઉર્ફે ટુકડો રાજેશભાઈ રાઠોડ અવારનવાર પિતા સાથે ઝઘડો કરતો હતો

ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને ઘુસ્સામાં આવી આરોપીએ ચપ્પુ વડે પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે સિંગણપોર-ડભોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્ર સુભાષ ઉર્ફે ટુકડો રાજેશ રાઠોડની ધરપકડ કરી હતી. તો આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાનુ સામે આવ્યુ છે. હાલ સિંગણપોર પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *