ભાવનગર લઠ્ઠાકાંડ મામલે નિમુબેન બાંભણીયા હોસ્પિટલ પહોંચ્યા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે નિમુબેન બાંભણીયા હોસ્પિટલ પહોંચ્યા
કલેક્ટર સહિત અધિકારીઓ સાથે નિમુબેનની બેઠક
મૃત્યુ, દાખલ અને ડિસ્ચાર્જ દર્દીઓની સમીક્ષા

ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને હોસ્પિટલની મુલાકાત લઈને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા કલેક્ટર, ડીન અને હોસ્પિટલના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. તેમણે પીડિતોની સારવાર અને સર ટી. હોસ્પિટલ ખાતે મલ્ટી-સ્પેશિયાલિટી વિભાગોની સુવિધા સુદ્રઢ કરવા આદેશો આપ્યા હતા.

ભાવનગરમાં 18 ઓગસ્ટના લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાને પીડિતો યાદ આવ્યાં હોય તેમ આજે 24 ઓગસ્ટ સર ટી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતો. 13 લોકોના કરુણ મોત પછી હવે નિમુબેને હોસ્પિટલની વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના વિભાગો શરૂ કરવાના આદેશો આપ્યાં છે. નોંધનીય છે કે, હાલમાં માત્ર બે લોકો જ દાખલ છે, નિમુબેન બાંભણીયાએ કલેક્ટર, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, મેડિકલ ડીન, DDO તેમજ SDM સહિતના અધિકારીઓ સાથે ઘટનાની સમિક્ષા કરી હતી. આ સાથે જ મલ્ટી સ્પેસિયાલિટી હોસ્પિટલના બંધ પડેલા વિભાગોને લઈને પણ ત્વરિત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં કૂલ 63 લોકો અસરગ્રસ્ત થયાં હતાં, જેમાંથી 13 લોકોના મોત નીપજ્યાં છે. 53 લોકોમાં 44 ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને બાકીના 9 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હાલમાં માત્ર બે લોકો જ સારવાર હેઠળ છે, જ્યારે બાકીના દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *