અંકલેશ્વરમાં ગડખોલ ટી બ્રિજ પર પડ્યા ગાબડા.

Featured Video Play Icon
Spread the love

અંકલેશ્વરમાં ગડખોલ ટી બ્રિજ પર પડ્યા ગાબડા.
બ્રિજ પર ગાબડાને કારણે સળિયા બહાર આવ્યા.
બ્રિજ પર પસાર થતાં વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર.

અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગડખોલ ટી-બ્રિજ પર ફરી એકવાર ગાબડાં પડતાં તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે

અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગડખોલ ટી-બ્રિજ પર ફરી એકવાર ગાબડાં પડતાં વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચને જોડતા આ મહત્વના બ્રિજ પર રસ્તાનો ભાગ તૂટી જતાં અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હોવાનું સામે આવ્યું છે.બ્રિજ પર સર્જાયેલી આ સ્થિતિને કારણે રોજિંદા અવરજવર કરતા હજારો વાહનચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં અકસ્માતની આશંકાને લઈને ચિંતા વધી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે.

આ મામલે કોંગ્રેસે પણ તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના આગેવાનોઓએ બ્રિજના નિર્માણ અને જાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *