ચૈતર વસાવા મુદ્દે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા

Featured Video Play Icon
Spread the love

ચૈતર વસાવા મુદ્દે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
ચૈતરને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવાને કોર્ટ દ્વારા રાહત ન મળવા અને સજા મામલે સરકાર તથા ભાજપ સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે ચૈતર વસાવા સાથે રાજકીય બદલાની ભાવનાથી અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે, આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. આદિવાસી નેતા ચૈતર વસાવા પર થયેલી કાયદાકીય કાર્યવાહી મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો છે. ચૈતર વસાવાને કોર્ટ તરફથી રાહત ન મળતા ઈસુદાન ગઢવીએ સીધો આરોપ લગાવ્યો છે કે આ કોઈ કાયદાકીય લડાઈ નથી, પણ રાજકીય બદલાની ભાવના છે. જનતાનો અવાજ ઉઠાવનારા લોકપ્રિય આદિવાસી નેતાને દબાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે.”

ઈસુદાન ગઢવીએ આદિવાસી સમાજ અને સમર્થકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને આ અન્યાય સામે એક થઈને ઊભા રહે. તેમણે સ્પષ્ટ કર્યું કે ‘આપ’ આ લડાઈ કાનૂની અને રાજકીય બંને મોરચે લડશે. શું ચૈતર વસાવા સામેની કાર્યવાહી ખરેખર રાજકીય કિન્નાખોરી છે ? તમારો શું અભિપ્રાય છે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *