ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ-આયોજન સમિતિની બેઠક

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ-આયોજન સમિતિની બેઠક
રથયાત્રાને લઈ કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા આયોજન અંગે ચર્ચા

જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ-આયોજન સમિતિની બેઠક યોજાઈ. રથયાત્રાને લઈ કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા આયોજન અંગે ચર્ચા

આગામી 16 જુલાઈએ ભાવનગરમાં યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ અને રથયાત્રા આયોજન સમિતિ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં બંદોબસ્ત, કાયદો-વ્યવસ્થા અને વિવિધ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંગે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા એ જણાવ્યું હતું કે, આગામી 16મી જુલાઈએ ભાવનગરની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા એ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે. દર વર્ષની પરંપરા મુજબ આ રથયાત્રાના બંદોબસ્ત અંગે અને કાયદો અને વ્યવસ્થા તથા બાકીની ચર્ચાઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે મીટિંગ થાય છે. જે કંઈ નવા અપડેશનો હોય એ બાબતે પણ ચર્ચા થાય છે, વ્યવસ્થાઓ બાબતે ચર્ચા થાય છે. એ બધી જ ચર્ચાઓ આજે કરવામાં આવી છે. આગામી રથયાત્રા સુપેરે ભાવનગરની અંદર નીકળે અને ભગવાનના આશીર્વાદ ભાવનગર ઉપર વરસતા રહે એ માટે થઈને એકબીજાને શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *