60 મા બીએસએફ ના સ્થાપના દિવસની ઉજવણી
ભુજ બીએસએફએ સ્મૃતિવન મ્યુઝિયમ ખાતે મ્યુઝિકલ બેન્ડ શોનું આયોજન
મહિલા પાઇપ બેન્ડે દેશભક્તિના સૂરો રજૂ કર્યા
બીએસએફ દ્વારા 21 નવેમ્બરે યોજાનાર 60 મા બીએસએફ 176 બટાલિયન સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજ સ્થિત સ્મૃતિ વન ખાતે બીએસએફ બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુન્દ્રા રોડ પરના કેમ્પમાં યોજાનારી મુખ્ય ઉજવણી પહેલા યોજાયો હતો.
60 મા બીએસએફ 176 બટાલિયન સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજ સ્થિત સ્મૃતિ વન ખાતે મુન્દ્રા રોડ પરના કેમ્પમાં આ બીએસએફ બેન્ડ શો 28 બીએસએફ મહિલા પ્રહારી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. મહિલા પાઇપ બેન્ડે દેશભક્તિના સૂરો રજૂ કર્યા હતા, જે દળની શિસ્ત અને સમર્પણને દર્શાવે છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બીએસએફ સ્થાપના દિવસ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો અને દળના ગૌરવશાળી ઇતિહાસ તથા પરંપરાઓને ઉજાગર કરવાનો હતો. આગામી 21 નવેમ્બરના રોજ યોજાનાર 60મા બીએસએફ સ્થાપના દિવસ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
