સુરતમાં સસ્તામાં ગોલ્ડ આપવાના બહાને 87 લાખની છેતરપિંડી
વરાછા પોલીસે છેતરપિંડી કરતી ટોળકીના વધુ બે સાગરીતોને ઝડપ્યો
ગુનામાં અગાઉ પણ ચાર આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે
નકલી આંગઢીયા પેઢી ઉભી કરી સસ્તુ ગોલ્ડ અપાવવાના બહાને 87 લાખની છેતરપિંડી કરતી ટોળકીના વધુ બે સાગરીતોને વરાછા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાંબાગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર, તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા વરાછા પી.આઈ. એસ.બી. પટેલ દ્વારા માર્ગદર્શન અપાતા પી.એસ.આઈ. એ.જી. પરમારની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ અને લાલાભાઈ ભોપાભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વાસુર કાળુભાઈ તથા સંદિપભાઈ ગેમાભાઈનાઓએ વરાછા પોલીસ મથકમાં બોગસ આંગઢીયા પેઢી ઉભી કરી સસ્તુ ગોલ્ડ આપવાના બહાને 87 લાખની ઠગાઈ આચરનાર બે ઠગો મુકુંદ માધાભાઈ પ્રજાપતિ ઉર્ફે કપીલ ગોવિંદ પટેલ અને જીજ્ઞેશ રમણલાલ સોનીને પાટણ શહેરના ચાણસમા ખાતેથી ઝડપી પાડ્યા હતાં. તો આ ગુનામાં અગાઉ પણ ચાર આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે. હાલ તો વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.