બારડોલીમાં નવરાત્રીનું ભવ્ય આયોજન
બારડોલી ના નાડીદા મેદાન ખાતે આયોજન કરાયું
દુર્ગાષ્ટમીના દિવસે ગરબામાં અભિનેત્રી સિમરત કોરએ ધૂમ મચાવી
હાજર રહી ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમાવ્યા
નવરાત્રી પર્વ ની ઠેર ઠેર ધામ ધૂમ થી ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરત જીલ્લા ના પલસાણા તાલુકા ના એના યુવક મંડળ, એના દ્વારા નવરાત્રી પર્વ નું આયોજન કરાયું છે. બારડોલી ના નાડીદા મેદાન ખાતે આયોજન કરાયું છે. દુર્ગાષ્ટમી ના દિવસે ગરબા માં બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી સિમરત કોર એ ધૂમ મચાવી હતી . જે હાજર રહી ખેલૈયાઓ ને ગરબા ના તાલે ઝૂમાવ્યા હતા.
હાલ ચાલી રહેલ માં અધ્યાશક્તિ ના નવલા નોરતા ને દિવસો વીતી રહ્યાં છે , ત્યારે સુરત જીલ્લા ના એના યુવક મંડળ, એના દ્વારા સાંઈબાબા ચેરીટેબલ ના સથવારે આ વર્ષે ફરીવાર ભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયું છે. જેમાં ખેલૈયાઓ ને ગરબે ઘુમાંવવા અને મનોરંજન પૂરું પાડવા વિવિધ નોરતે ફિલ્મ અભીનેત્રી કલાકારો ને બોલાવવા માં આવે છે. જેમાં આજે નવમો દિવસ અને દુર્ગાષ્ટમી પણ હોય બૉલીવુડ અભિનેત્રી સિમરત કૌર હાજર રહી ને ખેલૈયાઓ સાથે મન મૂકી ને ઝૂમી હતી.જેણે ગુજરાત ના ગરબા ના વખાણ કર્યા હતા . ફિલ્મ ગદર 2 માં મુસ્કાન ના રોલ માં સિમરત કૌર જોવા મળી હતી. જેણે 2017 માં તેલુગુ ફિલ્મ પ્રેમ થો મી કાર્તિક થી કારકિર્દી ની શરૂઆત કરી હતી. સીમરતકોર નો જન્મ માં મુંબઇ માં પંજાબી પરિવાર માં થયો હતો. બીજી બાજુ માત્ર ટીવી ના પરદા ઉપરજ અત્યાર સુધી જોવા મળતા ફિલ્મી તેમજ સિરીયલ ના કલાકારો , ખાસ કરી ને ગામડા ગામ ના આવા આયોજન માં રૂબરૂ જોવા મળતા ગામડા ના લોકો નો પણ ઉત્સાહ બેવડાઈ જતો હોઈ એ સ્વાભાવિક છે , અને તેથી જ આવા કલાકારો ને ને જોવા ગામે ગામ થી લોકો ગરબા ની મઝા ની સાથે અભિનેત્રી ને પણ જોવા મોટી સખ્યા માં ઉમટી પડ્યા હતા..
