સુરતમાં વિદેશી સિગારેટ એક ઝડપાયો
પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડેની ધરપકડ
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઉમરા વિસ્તારમાંથી હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી સિગારેટ સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ એસઓજીની ટીમ ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈમ્તિયાઝ અને અ.હે.કો. જગશીને મળેલા બાતમીના આધારે ઉમરા પોલીસ મથકની હદમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલ પંચવટી સોસાયટીના મકાન નંબર એમ ટુમાં દરોડા પાડી ત્યાંથી મુલ યુપીનો અને હાલ પાર્લે પોઈન્ટ ખાતે જ રહેતા પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડેને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી સિગારેટનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
