કુંભારવાડાના અક્ષર પાર્કમાં જુગારધામ ઝડપાયું

Featured Video Play Icon
Spread the love

કુંભારવાડાના અક્ષર પાર્કમાં જુગારધામ ઝડપાયું
જુગાર રમતી 15 મહિલા સહિત કુલ 16 ગેમ્બલર્સ ઝડપાયા
ડી-ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી
રોકડા ₹22,900 અને જુગારનું સાહિત્ય કબજે
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો પોલીસ મથક હેઠળના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે કુંભારવાડા ના અક્ષર પાર્ક વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતી 15 મહિલા તથા એક શખ્સ મળી કુલ 16 વ્યક્તિઓને ઝડપી લઇ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે અક્ષરપાર્કમાં માં આવેલ સરકારી સ્કૂલ સામે શેરી નંબર 29 માં રેડ કરતા 15 મહિલા તથા એક શખ્સ મળી કુલ 16 વ્યક્તિઓ સ્ટ્રીટ લાઇટના અજવાળે ગોળ કુંડાળું વળીને પૈસા-પાના વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતાં રંગે હાથ ઝડપાઈ હતા જેમાં જયેશ અરજણ રાઠોડ ઉંમર વર્ષ 20, ગીતા રમણ મકવાણા ઉંમર વર્ષ 47, સવિતા ગોબર વસાણી ઉંમર વર્ષ 50, પાકુ ગગજી ગોરાસવા ઉંમર વર્ષ 36, ગીતા રોહિત રાંધણી ઉંમર વર્ષ 40, માયા ધીરુ રહાણી ઉંમર વર્ષ 21, હંસા શેફા મકવાણા ઉંમર વર્ષ 50, ભાવુ રણજીત ગોહિલ ઉંમર વર્ષ 35, માયા વિજય મકવાણા ઉંમર વર્ષ 33, મનીષા લક્ષ્મણ નોંઘાભાઈ ઉંમર વર્ષ 50, શારદા ધનજી કાનાણી ઉંમર વર્ષ 55, ઉષા અરવિંદ મેર ઉંમર વર્ષ 45, રંભા કાળુ બારૈયા ઉંમર વર્ષ 40, સુધા વિપુલ મેર ઉંમર વર્ષ 35, જશુ દિલીપ મકવાણા ઉંમર વર્ષ 30, અને રેખા લવજી બારૈયા ઉંમર વર્ષ 45 રહે તમામ કુંભારવાડા અક્ષર પાર્ક વાળાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 22,900/- કબ્જે કરી તમામ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *