ભાવનગરના હિમાલયા મોલમાં મેક્સસ સિનેમાનું લાયસન્સ મોકૂફ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના હિમાલયા મોલમાં મેક્સસ સિનેમાનું લાયસન્સ મોકૂફ
ફાયર સેફ્ટી અને નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
કલેક્ટરે તાત્કાલિક અસરથી લાયસન્સ સસ્પેન્ડ કર્યું
ફાયર સેફ્ટીના નિયમોના પાલન મામલે કડક હુકમ

ભાવનગર શહેરમાં વિક્ટોરિયા પાર્ક સામે આવેલા હિમાલયા મોલના બીજા માળે સંચાલિત જાણીતા ‘મેક્સસ સિનેમા’ (સ્ક્રીન ૧ થી ૪) સામે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે.

સિનેમા નિયમોના ગંભીર ઉલ્લંઘન અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રીન્યુ ન હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલ દ્વારા મેક્સસ સિનેમાનું લાયસન્સ તાત્કાલિક અસરથી મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.આકસ્મિક તપાસમાં સામે આવી ગંભીર ક્ષતિઓ સિટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસણી દરમિયાન સિનેમા સંચાલનમાં અનેક ગેરરીતિઓ અને નિયમોનો ભંગ ધ્યાને આવ્યો હતો: ફાયર સેફ્ટીનો અભાવ: સિનેમાનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેને રીન્યુ કરાવવામાં આવ્યું નહોતું કે રીન્યુઅલ માટે અરજી પણ કરવામાં આવી નહોતી. આગની સંભવિત દુર્ઘટનામાં જાનમાલનું મોટું જોખમ હોવાનું જણાયું હતું.અલગ પાર્કિંગની વ્યવસ્થા નથી: નિયમ મુજબ શોપિંગ મોલ અને સિનેમા માટે અલગ પાર્કિંગ હોવું અનિવાર્ય છે, પરંતુ સ્થળ પર આવી કોઈ અલગ વ્યવસ્થા કે મંજૂર પ્લાન જોવા મળ્યો નહોતો. બિનઅધિકૃત સંચાલન: લાયસન્સધારક ‘શ્રીજી એક્ઝીબીટર્સ’ દ્વારા તંત્રની પૂર્વ મંજૂરી વગર અન્ય એજન્સીને સંચાલન સોંપી દેવામાં આવ્યું હતું અને નવો કરાર પણ રજૂ કરાયો નહોતો. મેનેજરની ગેરહાજરી: શો દરમિયાન ફરજિયાત હાજર રહેવાને બદલે લાયસન્સમાં દર્શાવેલા મેનેજર ગેરહાજર હતા અને કર્મચારીઓની ફેરબદલ અંગે તંત્રને જાણ કરાઈ નહોતી. અન્ય અનિયમિતતાઓ: ગ્રાઉન્ડ ફ્લોર પર અનધિકૃત ટિકિટ બુકિંગ, ઇન્સ્પેક્શન વિઝિટર બુકનો અભાવ, સેન્સર સર્ટિફિકેટ કે ફિલ્મ માહિતીનું પ્રદર્શન ન હોવું તેમજ સ્વચ્છતા અને આગ સાવચેતીના સાઇનબોર્ડનો અભાવ જોવા મળ્યો હતો.આ તમામ ક્ષતિઓને પગલે ગુજરાત સિનેમા નિયમો અંતર્ગત કલેક્ટરે મેક્સસ સિનેમાનું લાયસન્સ તેમજ ટિકિટ વેચાણનો હક તાત્કાલિક અસરથી મોકૂફ કરી દીધો છે. આગળનો નવો આદેશ ન થાય ત્યાં સુધી સિનેમાનું સંચાલન સંપૂર્ણપણે બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *