સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયાના નામે છેતરપિંડી કરનારા 2 ભેજાબાજ ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયાના નામે છેતરપિંડી કરનારા 2 ભેજાબાજ ઝડપાયા
રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નામે ફ્રોડ,
ગોવિંદભાઈ ધોળકિયાના નામે છેતરપિંડીનો મામલો,

સુરતમાં રાજ્યસભાના સાંસદ અને જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના નામે છેતરપિંડી કરનારા બે ભેજાબાજ ઝડપાયા છે.

સુરત સાયબર સેલ પાસેથી મળતી માહિતી મુજબ ગોવિંદભાઈ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવી, સોશિયલ મીડિયા મારફતે લોકોને જૂના સિક્કા ખરીદવાના નામે છેતરવાનો કારસો રચ્યો હતો. આ કેસમાં હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેજ અને ઈરસાદ નામના બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર ઓલ્ડ કોઈન કંપનીના નામે ફેક પ્રોફાઇલ બનાવી લોકોનો સંપર્ક કરતા હતા. ગોવિંદભાઈ ધોળકિયાના જૂના ફોટા અને વીડિયોના આધારે ડીપફેક વીડિયો બનાવી તેમાં તેઓ પોતે ગોવિંદભાઈ ધોળકિયા હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા હતાં. આરોપીઓ આરબીઆઈ જૂના ચલણી સિક્કા મોંઘા ભાવે ખરીદે છે તેવી ભ્રામક જાહેરાત કરતા અને ત્યારબાદ પ્રોસેસિંગ ફી તથા અન્ય ચાર્જના નામે રૂપિયા 1 હજારથી 1500 રૂપિયા યુપીઆઈ મારફતે પડાવતા હતા. આ સમગ્ર મામલો એસઆરકે કંપનીના નિવૃત્ત ડીવાયએસપી આરજી જાડેજાના ધ્યાને આવેલા શંકાસ્પદ વીડિયો બાદ સામે આવ્યો હતો. ફોન પર અજાણ્યા શખ્સે પોતે ગોવિંદભાઈ ધોળકિયા હોવાનો દાવો કરી ચાર્જના નામે રૂપિયા માંગ્યા હતા. શંકા જતા સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે સુરત સાયબર પોલીસે હરિયાણાના નૂહમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હવે પોલીસ બંનેની પૂછપરછ કરી આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *