ભાવનગરના કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતી 5 મહિલાઓ ઝડપાઈ
બોરતળાવ પોલીસે ગંજીપત્તાના જુગાર પર દરોડો પાડ્યો
શેરી નંબર 10 પાસે કુંડાળું વાળી જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ
ભાવનગરના કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતી ૫ મહિલાઓ ૧૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાઈ
ભાવનગરના કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં બોરતળાવ પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે શેરી નંબર ૧૦ પાસે જાહેરમાં કુંડાળું વાળી ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતી પાંચ મહિલાઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપત્તાના પાના તેમજ રોકડા રૂ. ૧૦,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ મહિલાઓમાં મનીષાબેન સોલંકી, અંજલીબેન વેગડ, હંસાબેન રાઠોડ, રેખાબેન વેગડ અને ચંકુબેન બારૈયાનો સમાવેશ થાય છે..
