ભાવનગરમાં પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ પારણા મહોત્સવ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ પારણા મહોત્સવ
તપસ્વીઓના પારણા મહોત્સવનું આયોજન
અ.સૌ. અમીબેન વિરલભાઈ વાકાણીએ 31 દિવસની કઠોર તપસ્યા પૂર્ણ કરી
સંવત્સરી પ્રતિક્રમણ બાદ તપસ્વીઓના પારણા કરાવાયા

ભાવનગર શહેરમાં પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ તપસ્વીઓના પારણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રબ્બર ફેક્ટરી નજીક રહેતા અ.સૌ. અમીબેન વિરલભાઈ વાકાણીએ 31 દિવસની કઠોર તપસ્યા પૂર્ણ કરી હતી પર્યુષણ મહાપર્વની સંવત્સરી પ્રતિક્રમણ સાથે પૂર્ણાહુતિ થયા બાદ આજે તપસ્વીઓના પારણા કરાવવામાં આવી રહ્યા છે

જૈન ધર્મમાં પર્યુષણ મહાપર્વને આત્મશુદ્ધિ, સંયમ અને ક્ષમાભાવનાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે। પર્યુષણ દરમિયાન અનેક શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવામાં આવે છે ભાવનગરમાં અ.સૌ. અમીબેન વિરલભાઈ વાકાણીએ 31 દિવસની તપસ્યા પૂર્ણ કરી છે। આ ઉપરાંત અઠ્ઠાઈ અને માસક્ષમણ જેવી કઠોર સાધના કરનારા તપસ્વીઓનું આજે ભક્તિભાવપૂર્વક પારણું કરાવવામાં આવી રહ્યું છે ગુજરાત સહિત દેશભરમાં જૈન સમાજ દ્વારા તપસ્વીઓના સન્માન સાથે પારણા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *