સોનગઢ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

Featured Video Play Icon
Spread the love

સોનગઢ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
અંદાજિત રૂપિયા ૧.૨૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થશે આરસીસી રોડ

સોનગઢ નગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. શહેરના જૂનાગામ મેઈન રોડને સુવિધાસભર બનાવવા માટે અંદાજિત રૂપિયા ૧.૨૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા આરસીસી રોડનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત રત્નદીપ ગારમેન્ટ્સથી જૂનાગામ મેઈન રોડ સુધી બનનારો આ નવો RCC રોડ વિસ્તારના ટ્રાફિક અને પરિવહન માટે મહત્વનો સાબિત થશે. સ્થાનિક દુકાનદારો અને નાગરિકોનો કહેવું છે “કામ વહેલું શરૂ કરવાની જરૂર હતી” એક તરફ વિકાસના કામનો હર્ષ છે, તો બીજી તરફ સ્થાનિકો અને દુકાનદારોમાં વ્યાપક ચર્ચા છે કે આ કામ હજુ વહેલું શરૂ કરવાની જરૂર હતી. નવી શાળાકીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચોપડા-નોટબુકની ખરીદી માટે બજારમાં ઉમટશે, જેના કારણે ભીડ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે આ વિસ્તારમાં હોસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓની અવરજવર અને ઇમરજન્સીમાં આવતી એમ્બ્યુલન્સ માટે પણ રસ્તો ખુલ્લો રહેવો અત્યંત જરૂરી છે. વરસાદનું જોખમ છે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. જો ચાલુ કામકાજ દરમિયાન વરસાદ આવે, તો ખોદકામ અને કાદવ-કીચડને કારણે સ્થાનિકો તેમજ વેપારીઓની હાલાકીમાં અનેકગણો વધારો થઈ શકે છે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી જેમાં ખાતમુહૂર્ત પ્રસંગે તાપી જિલ્લા ભાજપ મહામંત્રી નિખિલ શેઠ, નગરપાલિકા પ્રમુખ સારિકા પાટિલ, ઉપપ્રમુખ પ્રકાશ ગામીત, કારોબારી અધ્યક્ષ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાએ નાગરિકોને ખાતરી આપી છે કે તેઓ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા પ્રતિબદ્ધ છે, પરંતુ હવે પડકાર એ છે કે ચોમાસું બેસે તે પહેલા અને ભીડ વધે તે પૂર્વે આ કામ કેટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *