સુરતમાં ગ્રે કાપડની છેતરપિંડીનો 17 વર્ષે ઉકેલાયો ભેદ
1.02 કરોડની ગ્રે કાપડની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
17 વર્ષથી ફરાર અજય યાદવ અને સુનિલ શર્માની ધરપકડ
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાંથી આરોપીઓને દબોચી લીધા
સલાબતપુરા પોલીસ મથકમાં 17 વર્ષથી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા બે ઠગોને એલસીબી શાખા ઝોન ટુની ટીમે હરિયાણાથી ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વનના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન ટુની એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં છેલ્લા 17 વર્ષથી 1 કરોડ બે લાખથી વધુની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ અજય ખડગસિંહ યાદવ અને સુનીલ કાશીરામ શર્માને હરિયાણાના મહેન્દ્રગઢથી ઝડપી પાડી તેઓને સુરત લાવી તેઓનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
