ગુજરાતમાં ‘ગરબાનો રંગ’ જામ્યો
વરસાદના વિરામ બાદ ખેલૈયાઓનો ઉત્સાહ આઠ ગણો,
સુરતમાં ઓપરેશન સિંદૂર થીમ પર 25,000 દીવડાંની મહાઆરતી
સુરતના ઉમિયાધામ ખાતે ચાલી રહેલ નવરાત્રી મહોત્સવને લઈ આઠમે મહા આરતી કરાઈ હતી. તો 25 જારથી વધુ દિવડા સાથે ઓપરેશન સિંદુર અને સ્વદેશી થીમ પણ મહા આરતીનુ આયોજન કરાયુ હતું.
સુરતમાં નવરાત્રી મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના ઉમિયાધામ ખાતે 25 હજાર દિવડાની મહા આરતી કરાઈ હતી. દર વર્ષે દુર્ગાષ્ટમીના દિવસે 25 હજાર દિવડા સાથે મહા આરતીનુ આયોજન કરાય છે. તો આ વર્ષે ઓપરેશન સિંદુર તથા સ્વદેશી થીમ પર મહા આરતી કરાઈ હતી. અને મહા આરતીમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ હતું. તો ઉમિયા માતાના મંદિરે છેલ્લા 32 વર્ષથી નવરાત્રી પર્વનુ આયોજન કરાઈ રહ્યુ છે.
