માંડવીમાં બિરસા મુંડા કોમન પ્લોટ ખાતે નવરાત્રી આયોજન
નાના ભૂલકાઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યા
ખેલૈયાઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી
માંડવી જેપી નગર સોસાયટીમાં આવેલ બિરસા મુંડા કોમન પ્લોટ ખાતે એકતા ગ્રુપ દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરાયું.
માંડવી જેપી નગર સોસાયટી ખાતે આવેલ ભગવાન બિરસા મુંડા કોમન પ્લોટ ખાતે એકતા ગ્રુપ દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના આરાધના કરી ભક્તિભાવ માહોલમાં આરતી ઉતારવામાં આવી હતી આજરોજ નવલી નવરાત્રીની આઠમની રઢીયાળી રાત્રે ખેલૈયાઓ ધજી સજીને ડીજેના તાલે આનંદ ઉલ્લાસેર ગરબે ઝૂમી ઉઠી ગરબે ઘુમીયા હતા. તેમજ આયોજકો તરફથી નાના ભૂલકાઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા તથા ખેલૈયા ઑ માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાહવો ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો એ લીધો હતો.
