સુરત એસબીઆઈ બેંક લૂંટના આરોપીએ ફાયરિંગ કરતા કામરેજમાં ફરિયાદ

Featured Video Play Icon
Spread the love

સુરત એસબીઆઈ બેંક લૂંટના આરોપીએ ફાયરિંગ કરતા કામરેજમાં ફરિયાદ
પીઆઈ પર કરેલા ફાયરિંગ સમયે એસીપીએ સ્વબચાવમાં પગમાં ગોળી મારી
એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોચી નમૂના એકત્રિત કર્યા

સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં 50 લાખની લુંટ કરના આરોપીએ બંદુક લેવા જતા પીઆઈ પર કરેલા ફાયરિંગ સમયે એસીપીએ સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હોય જે ઘટનાને લઈ કામરેજ પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદથી સ્થળે તપાસ હાથ ધરી હતી.

સુરત ના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની ટીમ તેણે જ્યાં બંદુક છુપાવી હતી ત્યાં લઈ ગયા હતા ત્યારે મુદ્દામાલ શોધતી વખતે આરોપીના હાથમાં બંદૂક આવી જતા વરાછા પીઆઈ પર ફાયર કર્યું હતું જો કે સ્વબચાવમાં પીઆઈ સાથે આવેલા એસીપીએ આરોપી પર ફાયર કર્યું હતું અને આરોપીના પગમાં ગોળી વાગી હતી. જે મામલે કિમ પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ એટેમ્પ્ટ ટુ મર્ડર કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અને આજે કિમ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તપાસ અર્થે ઘટના સ્થળે પહોચ્યા હતા જ્યાં એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોચી નમૂના એકત્રિત કરવામાં લાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *