સોનગઢની વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે “ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ” નો કાર્યક્રમ યોજાયો
તાપી જીલ્લાની કુલ ૦૮ કોલેજો માંથી ૮૨ વિદ્યાર્થીઓ ટ્રેનિંગમાં ભાગ લીધો
સોનગઢ ખાતે આંત્રપ્રિનોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ અને ગુજરાત સરકારશ્રી ના શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સંયુક્ત ઉપક્રમે ૧લી ઓગસ્ટ ૨૦૨૫સુધી વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય “ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ” કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાપી જીલ્લાની કુલ ૦૮ કોલેજો માંથી ૮૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી” અંતર્ગત ઉદ્યોગસાહસિક સાહસોને આગળ ધપાવવા માટે જરૂરી કૌશલ્યો, જ્ઞાન અને માનસિકતાથી પ્રેરિત અને સજ્જ કરવાનો હતો. આ પહેલ યુવાનોમાં ઉદ્યોગસાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવા અને ભારતના વધતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં યોગદાન આપવા માટેના સાધનો પૂરા પાડવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. જે વિદ્યાર્થીઓને સાથે અલગ-અલગ વિષયો પર નિષ્ણાત તજજ્ઞો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વ્યવસાયની ઓળખ કેવી રીતે કરવી અને તે કેવી રીતે શરુ કરવો તે વિષે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ચર્ચા કરવામાં આવેલા વિષયો નીચે મુજબ છે. બાદ શક્ય અને વ્યવહારુ બિઝનેસ પ્લાન નક્કી કરેલા મુજબમાપદંડ સબમિટ કરશે તે વિદ્યાર્થીઓ પોતાનો સ્વત્રંત વ્યવસાય શરુ કરવા રૂ.40,000ની ગ્રાન્ટ મળશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ૨૮મી જુલાઈ ૨૦૨૫ના રોજ, શ્રી હેતલ પાઠક, સ્ટેટ આંત્રપ્રિનોરશિપ લીડ, EDII, ડૉ.મિતા આર પટેલ, પ્રિન્સિપાલ સરકારી વિજ્ઞાન કૉલેજ, સોનગઢ, ડૉ. કેસ્પી એ પીઠાવાલા, નોડલ ઑફિસર અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
