સુરતમાં સાયબર ક્રાઈમ સામે પોલીસનું મોટું એક્શન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સાયબર ક્રાઈમ સામે પોલીસનું મોટું એક્શન
હાઈલેવલ બેઠક બાદ શહેર પોલીસ એક્શન મોડમાં
40 ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાતા શહેરમાં ખળભળાટ

સુરતમાં સાયબર ક્રાઈમ સામે પોલીસનું મોટું એક્શન જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે 40 ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાતા શહેરમાં ખળભળાટ મચ્યો છે.

સુરત શહેરમાં વધતા સાયબર ગુનાઓને લઈને પોલીસ દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રૂપિયા 4 હજારથી લઈને રૂપિયા 1 કરોડ 52 લાખ સુધીની ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાયા છે. સૌથી વધુ 13 ફરિયાદ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓ ઝડપાયા બાદ એફ.આઈ.આર. નોંધાતી હોવાના આક્ષેપો વચ્ચે સાયબર સેલની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. માત્ર નાના આરોપીઓ જ ઝડપાઈ રહ્યા છે જ્યારે મોટા માથાઓ હજુ પણ વોન્ટેડ લિસ્ટમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી પહોંચવા માટે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *