સુરત : વાપીના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ
હત્યામાં ક્રાઇમ બ્રાંચે હત્યારાને પકડવામાં સફળતા મળી
સીસીટીવી તથા બાતમીદારની મદદથી ગુનો ઉકેલ્યો
વેસુમાં સુમન સાગર આવાસની પાછળ સોમવારે રાત્રે વાપીના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. આ હત્યામાં ક્રાઇમ બ્રાંચે હત્યારાને પકડવામાં સફળતા મળી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મુળ વાપીનો મૃતક બાબુ પટેલ સુરતમાં તે ધાર્મિક સ્થળો પર જમવાનું બનાવતો હતો. તેને દારૂની ટેવ હોવાથી તેને નોકરીથી કાઢી મૂકાયો હતો. ત્યાર પછી તે ફુટપાથ પર રહીને મજૂરી કરતો હતો. સોમવારે રાત્રે તેનો કોઈની સાથે ઝઘડો થતાં તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં રાહદારીએ પોલીસને કોલ કર્યો હતો. આથી વેસુ પોલીસે દોડી આવી 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા મોત થયું હતું. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ હતી અને આસપાસના સીસીટીવી કેમેરા તથા બાતમીદારની મદદ લઈને આખરે ગુનો ઉકેલી નાંખી હત્યારા અતુલ જગબહાદુર સિંહને પાંડેસરા શાંતાનગર નાકેથીને ઝડપી પાડ્યો હતો. જે અંગે ડીસીપી ક્રાઈમ દ્વારા મિડીયાને માહિતી અપાઈ હતી.
