સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં તોફાન મામલે મિટિંગ
પોલીસ કમિશનર અને કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગ
ટ્રાફિક સમસ્યા બાબતે પણ ચર્ચા કરવામાં આવી
સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં કારીગરો દ્વારા કરાયેલ તોફાન મામલે પોલીસ કમિશનર અને કલેકટરની અધ્યક્ષતામાં કંપનીના અદિકારીઓ સાથે મીટીંગ કરાઈ હતી.
સુરતના હજીરા ખાતે થોડા સમય અગાઉ એએમએનએસ કંપનીમાં એલ એન્ડ ટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા તોફાન કરાયુ હોય જે ઘટના હાલ શાંત થઈ ગઈ છે. ત્યારે હજીરા બેલ્ટ વિસ્તારની કંપનીઓના અધિકારીઓ સાથે આજે 10 માર્ચના રોજ સુરત પોલીસ કમિશનર અને કલેકટરની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એએમએનએસ કંપનીમાં બનેલા બનાવ બાબતે હાલની પરિસ્થિતિ શું છે ? અને શું ફીડબેક છે? તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
