સુરત:દશેરાએ શસ્ત્ર સાથે ડ્રોનની પૂજા
સુરત પોલીસ કમિશનર દ્વારા શસ્ત્રોની પુજા કરાઈ
પુજામાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા
દશેરાએ સુરત પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્રોની પુજા કરાઈ હતી. સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર દ્વારા શસ્ત્રોની પુજા કરાઈ હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં. અને ત્યારબાદ શસ્ત્ર પ્રદર્શન પણ કરાયુ હતું.
દર વર્ષ દશેરાના દિવસે શસ્ત્રોની પુજા કરવામાં આવે છે. તો સાથે સુરત પોલીસ દ્વારા પણ પોતાના સમાજના રક્ષા માટેના શસ્ત્રોની પુજા કરાઈ છે. દરેક પોલીસ મથકમાં શસ્ત્રોની પુજા કરાઈ છે તો પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શસ્ત્ર પુજા કરાઈ હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશેરા પર્વએ શાસ્ત્રોતક્ત વિધિ અનુસાર શસ્ત્રોનુ પુજન કરવામાં આવ્યુ હતું. તો હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ હતી. તો પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે શસ્ત્રપ્રદર્શન પણ રાખવામાં આવ્યુ હતુ જેને નિહાળવા લોકોને અપિલ પણ કરાઈ હતી.
