ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને મોટા સમાચાર.
4 ઓક્ટોબરે નવા પ્રદેશ અધ્યક્ષની થશે જાહેરાત.
પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર.
મતદાર યાદીની કરવામાં આવી જાહેરાત.
આજે દશેરાના પર્વ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ આવતીકાલે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
ગુજરાતમાં રાજકારણના વર્તુળોમાં આજે દશેરાના દિવસે ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ અધ્યક્ષપદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થવાની છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે આ મહત્વપૂર્ણ પગલું લઈને ગુજરાત ભાજપને નવી ઊર્જા આપવાની તૈયારી કરી છે. આગામી 3 ઓક્ટોબરે ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ, 4 ઓક્ટોબરે મતદાન અને મતગણરી થશે. એટલે કે 4 ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ જશે.
આજે દશેરાના પર્વ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ આવતીકાલે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં સવારે 11:00થી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. તો બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં હાથ ધરાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
