વડવા પાદરદેવકી વિસ્તારમાં જર્જરિત ઈમારતને લઈને રહીશોના જીવ પડીકે બંધાયા

Featured Video Play Icon
Spread the love

વડવા પાદરદેવકી વિસ્તારમાં જર્જરિત ઈમારતને લઈને રહીશોના જીવ પડીકે બંધાયા
મકાન માલિક,બીએમસી મકાન ઉતારી લેવાં મુદ્દે એકબીજાને “ખો” આપી

ભાવનગર શહેરના વડવા પાદર દેવકી વિસ્તારમાં જુનવાણી જર્જરી ઇમારતને લઈને સ્થાનિક રહીશોના જીવ પડીકે બંધાયા છે આ જીર્ણક્ષિર્ણ મકાનને લઈને સ્થાનિક રહીશો અને બીએમસી એકબીજાને “ખો” આપી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈને મોટી દુર્ઘટના સર્જાવવાની સંભાવના પ્રબળ બની રહી છે.

શહેરના વડવા પાદર દેવકી વિસ્તારમાં ભાવસાર શેરીમાં એક વર્ષો જૂનું જર્જરિત મકાન આવેલું છે આ મકાન વર્ષો જૂનું હોય અને બાંધકામ તદ્દન નબળું હોવાના કારણે સવાર-નવાર આ મકાનમાંથી પોપડાઓ પડી રહ્યા છે ત્યારે આ જર્જરીત મકાનને લઈને કોઈ મોટી જાનહાની સર્જાય એ પૂર્વે સ્થાનિક લોકો દ્વારા મકાન માલિકને મકાન ઉતારી લેવા માટે જણાવ્યું હતું ત્યારે મકાન માલિકે જર્જરીત મકાન તોડી પાડવા મુદ્દે બી એમ સી ને જાણ કરી હતી. પરંતુ બીએમસી દ્વારા વળતી નોટિસ પાઠવી બાંધકામ સ્વયં દૂર કરવા જણાવ્યું હતું. આજરોજ વરસાદી માહોલ શરૂ હોય જેમાં જુનવાણી મકાનમાંથી કેટલાક પોપડા કરીને નીચે પડતા બે બાળાઓનો સહેજમાં બચાવ થયો હતો. મકાન માલિક ઈચ્છે છે કે બીએમસી દ્વારા જર્જરીત મકાનને ઉતારી લેવામાં આવે પરંતુ બીએમસી દ્વારા જણાવવામાં આવે છે કે મકાન માલિક પોતે જુનવાણી બાંધકામ દૂર કરે આમ માલિક અને તંત્ર વચ્ચેની “ખો” ને લઈને નજીકના દિવસોમાં કોઈ મોટી જાનહાની સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે સહિતના સવાલો સ્થાનિક રહીશો કરી રહ્યા છે અને જર્જરીત ઈમારતને તત્કાળ ઉતારી લેવા માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *