ભાવનગરમા દારૂ પીવાના કારણે મોતના બનાવમાં આવ્યો નવો વળાંક,
ધંધાકીય બાબતે ગાઢ મિત્રએ હત્યાં કરી હોવાનો ભેદ ખુલ્યો.
ભાવનગરમા દારૂ પીવાના કારણે મોતના બનાવમાં આવ્યો નવો વળાંક, ધંધાકીય બાબતે ગાઢ મિત્રએ હત્યાં કરી હોવાનો ભેદ ખુલ્યો.
ભાવનગરમા ગાઢ મિત્રતા ધરાવતા મિત્રએ મિત્રની હત્યાં કરી નાખી, થોડા ઘણા રૂપિયા કમાવાની લાલચે મિત્ર નો જ ભોગ લઈ લીધો, જોકે એફ.એસ.એલ રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો, પ્રાણઘાતક મિથેનોલ વાળો ઝેરી દારૂ ના કારણે મોત થયાનું સામે આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી, આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો? કોણ લાવ્યું હતુ, કોણે આપ્યો? અને કોણે મૃતકને દારૂ પીવરાવ્યો? સહિતના પ્રશ્નો સામે આવતા સીસીટીવી ફૂટેજ અને મૃતકના મોબાઈલ માંથી મળી આવેલી ડિટેઇલ ના આધારે આરોપીને ઝડપી લીધો, સાથે મદદગારી કરનાર અન્ય એક આરોપી કે જે વરતેજ પોલીસ સ્ટેશનના દારૂના જ કેસમાં જેલમાં હોય તેનો પણ કબ્જો મેળવવા આગળની તપાસ હાથ ધરી છે
