સુરતના શાહપોર માછલી પીઠ વિસ્તારમાં મેટ્રોની કામગીરી

Featured Video Play Icon
Spread the love

સુરતના શાહપોર માછલી પીઠ વિસ્તારમાં મેટ્રોની કામગીરી
લગ્ન મંડપમાં જ ભુવો પડતા અફરા તફરી મચી
20 થી 25 ખુરશી આ ભૂવામાં ગરકાવ થઈ

સુરતના શાહપોર માછલી પીઠ વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર મસમોટો ભુવો પડ્યો હતો. લગ્ન મંડપમાં જ ભુવો પડતા અફરા તફરી મચી ગઈ હતી.

સુરતના શાહપોર માછલી પીઠ વિસ્તારમાં મેટ્રોની કામગીરીના કારણે રસ્તા પર મોટો ભુવો પડ્યો હતો. લગ્ન પ્રસંગનો મંડપ પણ આ ભૂવામાં અડધો ગરગાવ થયો હતો. તો 20 થી 25 ખુરશી આ ભૂવામાં ગરકાવ થઈ હતી. અંદાજિત 25થી 30 ફૂટ જેટલો ઊંડો ભુવો હતો. મેટ્રોની કામગીરીને લઈ બાજુમાં ચાલતો બિલ્ડીંગનો પ્રોજેક્ટને પણ 5 વર્ષથી બંધ કરી દેવાયો છે. તો સ્થાનિકોને છેલ્લા પાંચ વર્ષથી મુશ્કેલીઓ થઈ રહી છે. મેટ્રોના કર્મચારી માત્ર રાત્રે કામગીરી કરતા હોવાનું સ્થાનિક લોકોના આક્ષેપ છે. તો આખી રાત ભુવાની અંદર માટી પૂરવાનું કામ ચાલ્યું છતાં સવાર સુધીમાં આ ભુવો સંપૂર્ણ ભરાયો ન હતો. અગાઉ પણ મેટ્રોની કામગીરી લઈને એક ભુવો પડ્યો હતો. હાલ જે જગ્યા પર ભુવો પડ્યો છે ત્યાંથી 150 મીટરના અંતરે એક મહિના પહેલા ભુવો પડ્યો હતો. મેટ્રોની કામગીરીના કારણે બિલ્ડીંગ ખાલી કરવામાં આવી હતી. તો સ્થાનિક લોકો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા હોવાનુ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *