ભાવનગરમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો
હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્રારા રક્તદાન કેમ્પ

ભાવનગરમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટરી કલબ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો

આજરોજ કારગિલ વિજય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રોટરી રોયલ તથા ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શહેરના સહકારી હાર્ટ પાસે આવેલ હોનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ની બ્લડ બેન્કો માં લોહીની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે થેલેસેમિયા થી પીડાતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હોય ત્યારે ભાવનગર ના બે ગૃપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સદ્દકાર્ય હાથ ધરી સમાજને રાહ ચિંધ્યો છે શહેરના વાઘાવાડી રોડ પર આવેલ હોનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે રોટરી રોયલ તથા ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવાનોએ રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તર દાઈત્વ નિભાવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી માત્રામાં રકત એકઠું થયું હતું જેને બ્લડ બેન્કને સોંપી દેવામાં આવ્યું હતું.

ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, કારગીલ વિજેતા દિવસ નિમિત્તે અમે હર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોઈએ છીએ. છેલ્લા 10 વર્ષથી આ કેમ્પ કરીએ છીએ. આ વર્ષે પણ આ કારગીલ વિજેતા દિવસ નિમિત્તે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હોય ​અને આ આયોજનનો હેતુ તો એટલો છે કે આપણે જે દેશના જવાનો છે, એની માફક આપણે સરહદ ઉપર 24 કલાક અને 365 દિવસ બોર્ડર ઉપર જઈ શકવાના નથી. પરંતુ, એ લોકોને જે શહીદો છે જેને રાષ્ટ્રહિત માટે, દેશ માટે સર્વસ્વ પોતાનું બલિદાન આપ્યું છે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે જ્યારે મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરતા હોય, ત્યારે ભાવનગરની જનતા સ્વયંભૂ દર વર્ષે અમને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળે છે ​આ વખતે પણ આપ જોઈ રહ્યા છો કે કેમ્પમાં બાય-ડિફોલ્ટ બધા એની રીતના સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં લોહીનું ડોનેશન કરી રહ્યા હોય, તે ભાવનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *