ભાવનગરમાં ફરીયાદીને ધમકાવી શાંતીની ધંધો કરવા દેવાના નામે ધમકી
આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ટીમ.
ફરીયાદીને ધમકાવી શાંતીની ધંધો કરવા દેવાના નામે ભય બતાવી બળજબરીથી પૈસા કઢાવી ગુનો આચરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ટીમ.
પોલીસ મહાનીરીક્ષકનાઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જે અન્વયે ફરીયાદીનું લાલસાંઇ એસ્ટેટ નામનુ ગોડાઉન જુના બંદર રોડ મેલડી માતાના મંદિરની પાસે આવેલ હોય જે ગોડાઉન ખાતે આરોપી દેવાંગ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા ગયેલો અને ફરીયાદીને કહેલ કે જો તમારે અંહિ શાંતીથી ધંધો કરવો હોય તો મને હપ્તો આપવો પડશે નહિતર તમને બધાને છરીના ઘોદા મારી જાનથી મારી નાખીશ અને તમને ગોડાઉન સાથે સળગાવી દઇશ તેમ ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી ફરીયાદીને ભય બતાવી બળજબરીથી ફરીયાદી પાસેથી ૧૫૦૦ પડાવી લઇ આવતા મહિને આવીશ ત્યારે વધુ પૈસા થશે તેવી ગર્ભીત ધમકી આપી નાસી જઈ ગુનો આચરી નાસી ગયેલો. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપી વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવા તપાસ કરનાર અધિકારીને સોંપી આપેલ છે. પકડાયેલા આરોપીમાં દેવાંગ ઉર્ફે દેવો રાજેશભાઈ ઉર્ફે હોઠી મકવાણાની ધરપકડ કરી
