નાનપુરા મટન માર્કેટમાં બે કિશોરોની હત્યાનો ચકચારી બનાવ

Featured Video Play Icon
Spread the love

નાનપુરા મટન માર્કેટમાં બે કિશોરોની હત્યાનો ચકચારી બનાવ
ડબલ મર્ડર કેસમાં પોલીસે ત્રણ બાળ આરોપીઓની ધરપકડ કરી
હત્યાના બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ

સુરતના નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં બે કિશોરોની હત્યાના ચકચારી બનાવમાં પોલીસ ત્રણ બાળગુનેગારોની ધરપકડ કરી છે.

સુરતના નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં બે કિશોરોની હત્યાના બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ હત્યાકાંડમાં હવે પોલીસને મહત્વની સફળતા મળી હોય તેમ ત્રણ બાળગુનેગારોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિવાદ શરૂ થયો હતો. સલમાન ખાન નામના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપી ત્રણ કિશોરોએ ચપ્પુના ઘા ઝીંકી બે યુવકોની હત્યા નિપજાવી હતી. નોંધનીય છે કે શરૂઆતમાં મૃતકોના પરિવારજનોએ ફ્રી ફાયર ગેમમાં થયેલા ઝઘડાને હત્યા પાછળનું કારણ ગણાવ્યું હતું. પરંતુ પોલીસની તપાસમાં હવે સોશિયલ મીડિયા વિવાદની ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને સોશિયલ મીડિયાની એક ટિપ્પણી અને જૂથબાજીનો વિવાદ બે યુવાનોના જીવ લઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *