રાજકોટમાં નિઃશુલ્ક કેન્સર તપાસ અને જાગૃતિ કેમ્પ યોજાયો.
સમયસર તપાસ અને યોગ્ય સારવાર થકી કેન્સરને હરાવી શકાય છે
મોઢાનું, ચામડીનું અને ગળાનું કેન્સર સહિતની બીમારીઓની મફત તપાસ
જનજાગૃતિ અને આરોગ્ય સેવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં નિર્વાણ વેલફેર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક કેન્સર તપાસ અને જાગૃતિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું
રાજકોટના નિર્વાણ વેલફેર ફાઉન્ડેશન દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય સેવાના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક કેન્સર તપાસ અને જાગૃતિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, કેમ્પની શરૂઆત ધર્મગુરુઓ દેવપ્રસાદ મહારાજ, રાજુરામ બાપુ, અને સ્વામી પરમાત્માનંદ તેમજ અગ્રણીઓ નરેશ પટેલ અને મૌલેશભાઈ ઉકાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. નિષ્ણાંત ડોકટરોએ કેન્સર અંગે જાગૃતિ ફેલાવતા જણાવ્યું હતું કે, સમયસર તપાસ અને યોગ્ય સારવાર થકી કેન્સરને હરાવી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્સરની સારવાર સર્જરી, રેડિયેશન અને કિમોથેરાપીથી શક્ય છે, અને વહેલું નિદાન એ સારવારની સફળતાની ચાવી છે.
આ પ્રસંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગઢ, અને ધારાસભ્ય ડો. દર્શિતા શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં સૌરાષ્ટ્ર, રાજકોટના નામાંકિત કેન્સર નિષ્ણાંતોએ સેવા આપી હતી. મુખ્યત્વે જડબાના કેન્સરની તપાસ, ગર્ભાશયના મુખના કેન્સરનું માર્ગદર્શન અને સ્તન કેન્સરની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારની મોટી સંખ્યામાં જનતાએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
