રાજ્યના વાતાવરણ અંગે ભર ઉનાળે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,
6થી 10 મે સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી.
50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી.
ભારે વરસાદથી પૂર આવવાની અંબાલાલ પટેલની આગાહી કરી
ગુજરાતના લોકોની સાથે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ખેડૂતો પોતાનો પાક બચાવવા તૈયાર થઈ જાઓ. આવતીકાલે હવામાનમાં પલટો આવશે. રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં પાણી કાઢી નાખે તેવો ચોમાસા જેવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 3 મે થી વાતાવરણમાં પલટો જોવા મળશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમા ઉત્તર ગુજરાતમાં 50 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગએ કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આજનું તાપમાન 44 ડિગ્રી રહેશે. આગામી 24 કલાક બાદ કમોસમી વરસાદની આગાહી છે. 3 થી 8 તારીખ સુધી સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ આવશે. બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરત વરસાદ આવશે. તો વડોદરા, વલસાડ, નવસારી વિસ્તારમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન સાઇકલોન શરૂ થવાના કારણે વરસાદનું એલર્ટ છે.
આગામી 6 મે થી 8 મે દરમિયાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પાણી કાઢી નાખે તેવો વરસાદ વરસશે. જેમા હળવા પૂર જેવી સ્થિતિ સર્જાઈ તો પણ નવાઈ નહીં. જ્યારે 11 થી 20 મે દરમિયાન વંટોળ, આંધી સાથે વરસાદી છાંટા પડવાની શક્યતા સેવાઈ રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી