ભરૂચમાં અપૂરતા વરસાદને કારણે ભરૂચ જિલ્લાના ધરતીપુત્રો ચિંતાતુર.

Featured Video Play Icon
Spread the love

ભરૂચમાં અપૂરતા વરસાદને કારણે ભરૂચ જિલ્લાના ધરતીપુત્રો ચિંતાતુર.
વરસાદ ખેંચાતા ઉભા પાકને નુકસાનની ભીતિ.
ખેતરોમાં ભેજનું પ્રમાણ ઘટતાં ખેડૂતોની ચિંતામાં વધારો.

ભરૂચ જિલ્લા સહિત સમગ્ર વરસાદ ખેંચાતા અને અનિયમિત વિતરણને કારણે ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે. માસ દરમિયાન પડેલા અપૂરતા અથવા અસમાન વરસાદને કારણે ખરીફ પાકોના વાવેતર અને ઉછેર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે

ભરૂચ જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં જમીનનો ભેજ ઝડપથી ઘટી રહ્યો છે, જેના લીધે ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. કપાસ, તુવેર અને ડાંગર જેવા મહત્વના પાકોને અત્યારે પૂરતા પાણી અને ભેજની તાતી જરૂરિયાત છે. ભરૂચ જિલ્લામાં વરસાદી નુકસાન, ખાતરની અછત અને જમીન સંપાદનના ઓછા વળતર જેવા પ્રશ્નોને કારણે ખેડૂતોની ચિંતા અને રોષમાં વધારો થયો છે

ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને સામાન્ય જનજીવન પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ, ઓગસ્ટમાં ચોમાસું લાંબા સમય સુધી શાંત રહેતા સમગ્ર રાજ્યમાં ચિંતાનો માહોલ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *