સુરતમાં ઘોડા પર ક્રૂરતાની પહેલી ફરિયાદ
ઘોડાની નાળ કાઢનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
માલિક અને ઘોડેસવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
સુરતમાં ઘોડા પર ક્રુરતા અચરાતી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જાહેરમાં ઘોડાની નાળ કાઢનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
સુરતના ખટોદરા વિસ્તારમાં ઘોડા પર ક્રુરતાને લઈ પ્રથમ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાત એમ છે કે ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં એક ઘોડે સવાર જાહેરમાં ઘોડાના પગમાંથી નાળ કાઢી બીજી નાળ લગાવી રહ્યો હતો જેને લઈ ઘોડા પર ક્રુરતા આચરાતી જોઈ જીવદયા પ્રેમીએ ઘોડાના માલિક અને ઘોડેસવાર વિરૂદ્ધ ખટોદરા પોલસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઘોડાને પોલીસ મથકમાં રાખી ચાલક અને માલિક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
