વરાછા પોલીસની કાર્યવાહી ફરાર આરોપી જયેશ રાઠોડ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

વરાછા પોલીસની કાર્યવાહી ફરાર આરોપી જયેશ રાઠોડ ઝડપાયો
અપહરણ અને પોક્સો સહિતના ગુનામાં આરોપી અમરેલીના ખાંભામાંથી પકડાયો
પોલીસની કાર્યવાહીથી ભોગ બનનારને મુક્ત કરાવાયો

સુરતની વરાછા પોલીસે અપહરણ અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી જયેશ રાઠોડને અમરેલીના ખાંભામાંથી ઝડપી પાડી ભોગ બનનારને મુક્ત કરાવી હતી.

સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી જયેશ ધીરૂભાઈ રાઠોડની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન આરોપી અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસની ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ખાંભામાંથી 20 વર્ષીય આરોપી જયેશ રાઠોડને ભોગ બનનાર સાથે શોધી કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *