સાવરકુંડલા શહેરના એક વેપારીએ આઠ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા

Featured Video Play Icon
Spread the love

સાવરકુંડલા શહેરના એક વેપારીએ આઠ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા
25 લાખ રકમના મહિને પાંચથી દસ ટકા વ્યાજ
વ્યાજખોરો મિલકત પચાવી પાડવા ધમકી પણ આપતા
અશોકભાઈ ચૌહાણે ઘરે ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા અરેરાટી

સાવરકુંડલા શહેરના એક વેપારીએ આઠ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા આશરે 25 લાખ જેવી રકમ મહિને પાંચથી દસ ટકા વ્યાજ વ્યાજખોરો વસૂલતા હોય ત્યારે વ્યાજખોરો મિલકત પચાવી પાડવા ધમકી પણ આપતા હતા. જેને લઇને સાવરકુંડલા શહેરમાં આવેલ ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણે ઘરે ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે..

સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ આઠ શખ્સો પાસેથી વેજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરો અશોકની મિલકત પતાવી પાડવાની ધમકીઓ આપતા હતા. જેને લઇને અશોક તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના સાવરકુંડલાના દેવળાગેઇટ વિસ્તારમાં બની હતી. જ્યાં કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિયેશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોક ચૌહાણ પોતાના ઘરે પાછો ખાય આપઘાત કરી લીધો હતો. અશોક ઘરે એકલા હતા ત્યારે છતમાં હુકમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવાર દ્વારા તેમને નીચે ઉતારી સાવરકુંડલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અશોકના ખીચા માંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે આઠ શખ્સોના નામ લખ્યા હતા અશોકભાઈ આ આઠ શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી. રૂપિયા 25 લાખ જેવી રકમનું મહિને પાંચથી દસ ટકા વ્યાજ વ્યાજખોરો વસૂલતા હતા. અને વ્યાજખોરો અશોકભાઈ ની મિલકત પચાવી પાડવા માટે ધમકીઓ પણ આપેલ..

સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને પ્રસન્નની દુકાન ચલાવતા અશોક ચૌહાણ નામના એક વેપારીએ ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે અશોકના ખીચા માંથી સુસાઈટ નોટ મળી આવતા તેમના પુત્ર ધર્મએ 8 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.8 વ્યાજખોરમાંથી પોલીસે 2 વ્યાજખોરને ઝડપી લીધા છે. અને બીજા 6 વ્યાજખોરને પકડવાની પોલીસ દ્રારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વ્યાજે પૈસા લઈને અનેક લોકો વ્યાજખોરના શિકાર બન્યા છે. ત્યારે સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં આવેલ મીઠાઈને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ રૂપિયા 25 લાખ જેવી રકમ 8 વ્યાજખોર પાસેથી લીધી હતી. જેમાં દર મહિને પાંચથી દસ ટકા વ્યાજ વસૂલવામાં આવતું હતું. ત્યારે વ્યાજખોરોએ મિલકત પચાવી પાડવાની ધમકી આપતા અશોક ચૌહાણને પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અશોક આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો .. અશોક મણવર અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *