સુરતની સચીન જીઆઈડીસી પોલીસે જીવતા કારતુસ સાથે એકને ઝડપી પાડ્યો
સચીન જીઆઈડીસી પોલીસે શશીકાંતસિંહ સોનુ જયસિંહ કુર્મીને ઝડપી પાડ્યો
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે પેટ્રોલિંગ દરમયાન બાતમીના આધારે એક હાથ બનાવટના દેશી તમંચા અને જીવતા કારતુસ સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
રત પોલીસ કમિશ્નર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેકટર ટુ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડીવિઝનનાઓએ સુરત શહેર વિસ્તારમાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સુચના અનુસંધાને પી.આઈ. કે.એ. ગોહિલ તથા સેકન્ડ પી.આઈ. બી.બ. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.આર. પટેલ ના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદિપસિંહ ભરતસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર અનંતરાવઅને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુભનાએ બાતમીના આધારે સચીન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસે મહાલક્ષ્મી નગર પાસેથી દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતુસ સાથે મુળ યુપીનો અને હાલ સચીનમાં રહેતા શશીકાંતસિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
————————————